Xiaomi એ ભારતીય બજારમાં પોતાના પ્રીમિયમ સેગમેન્ટને વધુ મજબૂત કરતાં QLED TV X Pro સ્માર્ટ ટીવી સિરીઝ લોન્ચ કરી છે. આ નવી સિરીઝ 43-ઇંચ, 55-ઇંચ અને 65-ઇંચ સ્ક્રીન સાઈઝમાં ઉપલબ્ધ થશે, જે શક્તિશાળી 4K રેઝોલ્યુશન, QLED ડિસ્પ્લે અને અનેક સ્માર્ટ ફીચર્સ સાથે આવે છે. 16 એપ્રિલથી આ સિરીઝનું વેચાણ Flipkart, Mi.com અને ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે.
MagiQ ટેક્નોલોજી અને Dolby Vision સાથે નવો વ્યુઇંગ અનુભવ
Xiaomi QLED TV X Pro સિરીઝ MagiQ પિક્ચર ટેક્નોલોજી અને Vivid Picture Engine 2 સાથે રજૂ કરવામાં આવી છે, જે યુઝર્સને ટ્રુ-ટુ-લાઇફ કલર્સ અને શાનદાર ક્લેરિટીનો અનુભવ આપવાનો દાવો કરે છે. ટીવીમાં HDR10+, Dolby Vision અને Filmmaker Mode જેવા ફીચર્સ છે, જે હોમ થિયેટર જેવો અનુભવ પૂરો પાડે છે. 120Hz રિફ્રેશ રેટ અને DLG ટેક્નોલોજી સાથે આ ટીવી ગેમિંગ અને હાઇ-એક્શન સીન જોનારાઓ માટે પરફેક્ટ છે.
સાઉન્ડ અને સ્પેસિફિકેશનમાં પણ છે દમ
ટીવીમાં ક્વાડ કોર A55 ચિપસેટ, Mali-G52 GPU, 2GB RAM અને 32GB સ્ટોરેજ આપવામાં આવ્યા છે. ઓડિયો માટે 43-ઇંચ મોડેલમાં 30W સ્પીકર અને 55 અને 65-ઇંચ વેરિયન્ટમાં 34W સ્પીકર યુનિટ મળે છે, જે Dolby Audio, DTS:X અને Xiaomi Sound ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. આ બધા મોડેલ્સ Bluetooth, ડ્યુઅલ બેન્ડ Wi-Fi, Apple AirPlay 2, Chromecast અને Miracast ને સપોર્ટ કરે છે.
Google TV અને PatchWall UI સાથે સ્માર્ટ એક્સેસ
Xiaomi QLED TV X Pro સિરીઝ Google TV OS પર ચાલે છે જેમાં Xiaomi નું PatchWall UI ઇન્ટિગ્રેટેડ છે. યુઝર્સને Google Voice Assistant, Kids Mode, Parental Lock અને Xiaomi TV+ જેવા ફીચર્સ મળે છે. ટીવીમાં Quick Wake, Quick Settings અને ન્યુમેરિકલ કીપેડ સાથે રિમોટ આપવામાં આવ્યો છે. સાથે જ HDMI (eARC), USB, AV, Ethernet અને 3.5mm જેક જેવા બધા જરૂરી પોર્ટ્સ પણ ઉપલબ્ધ છે.
Xiaomi QLED TV X Pro સિરીઝની કિંમતો
• 43-ઇંચ મોડેલ: ₹31,999
• 55-ઇંચ મોડેલ: ₹44,999
• 65-ઇંચ મોડેલ: ₹64,999
Xiaomi એ પણ કન્ફર્મ કર્યું છે કે મે 2025 માં આ સિરીઝનો 32-ઇંચ A Pro વેરિયન્ટ પણ લોન્ચ કરવામાં આવશે. તેની કિંમતની માહિતી લોન્ચ સમયે શેર કરવામાં આવશે.